મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ વિટ્રીફાઇડ કારખાનાના શેડ ઉપર પતરા ચડાવવાનું કામ કરી રહેલ દિનેશભાઇ લઘુભાઇ વરાણીયા ઉવ.૪૩ રહે-ત્રાજપર તા.જી.મોરબી વાળા અકસ્માતે ઉંચાઈએથી નીચે પટકાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી દીનેશભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.