મોરબી નીચી માંડલ ગામ નજીક કેરા વિટ્રીફાઇડ નામના કારખાનામાં માટી વિભાગ ખાતામાં પગ લપસી જતા માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કેરા વિટ્રીફાઇડ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મુળરહે.વઝર ગામજીલ્લો બડવાની રાજ્ય મધ્યપ્રદેશના વતની રીતેશભાઇ ભુવાનસીંગ સોલંકી ઉવ.૧૮ નામના શ્રમિક ગઈ તા.૨૯ એપ્રિલ ના રોજ કેરા વીટ્રીફાઇડ કારખાનાના માટી ખાતામા કામ કરતી વખતે પગ લપસી જતા પડી જવાથી માથામા હેમરેજ જેવી ઈજા થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં આવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે રીતેશભાઈને જોઈ તપાસી મૃત્યુ ગયા હોવાનું જાહેર કર્યા હતા.