મોરબીના રાજપર રોડ ઉપર વિઝન પ્લાસ્ટિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ બિહાર રાજ્યના બકસર જીલ્લાના દખીનાવા ગામના રહેવાસી રમેશરામ મોશાફિરરામ ઉવ.૪૦ ગત તા.૩૦/૦૬ ના રોજ વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાથી એક મશીન બોલેરો પીકઅપમાં ભરતા હોય, તે દરમિયાન ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા, જેનો પાઇપ રમેશભાઈને માથામાં લાગતા, તેમને મેથ્સમાં ગંભીર ઇજા પહોચતા તેઓને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન રામેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે