મોરબી તાલુકાના સાદુળકા ગામ નજીક આવેલ કીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા જીતેન કિશન ડંડીયા ઉવ.૨૮ કિયા સિરામીકની લેબર કોલોનીમાં ગઇ તા.૦૪ એપ્રિલના રાત્રીના સમયે અગાસી ઉપરથી પડી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાંથી વધુ સારવારમાં અમદાવાદ સિવીલ હોસ્પિટલમા જતા, સારવાર દરમ્યાન તા.૦૯ એપ્રિલના રોજ કિશનભાઈનું મરણ ગયેલ હોય, જે અંગે અમદાવાદ સીટી પોલીસ સ્ટેશનમાં કરેલ કાગળો ટપાલ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે આવતા, પોલીસે અ.મોત રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.