યોગ શરીર અને મન બંનેને ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા લોકો હવે ફિટ રહેવા માટે યોગ કરે છે. યોગ ભારતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયો છે. ત્યારે ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા મોરબી ખાયે યોગ મહોત્સવ – મોરબી, યોગા લેવલ-૧નું આયોજન કરવામાં આવ્યું છે.
ધ આર્ટ ઓફ લિવિંગના જણાવ્યા અનુસાર, શ્રી શ્રી યોગા એ શ્વાસ દ્વારા શરીર અને મનને સાંકળતો અત્યંત અસરકારક કોર્સ છે, જે ખુબ જ સરળ, મસ્તી અને આનંદથી ભરપૂર વિભિન્ન અર્વાચીન યોગનું મિશ્રણ છે. શ્રી શ્રી યોગામાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા, ધ્યાન, ગહન શાંતિ અને યૌગિક જ્ઞાનને અતિ સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે. યોગ કરવાના ઘણા ફાયદાઓ છે. જેમ કે, શરીરને સુડોળ અને સુંદર બનાવે છે. શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. શરીરને ચુસ્ત અને મનને શાંત રાખે છે. શરીરના સ્નાયુ, સાંધાઓ, હાડકા, તેમજ પ્રત્યેક કોષોને પોષણ આપે છે અને મજબુત બનાવે છે. શરીરમાં સ્કુર્તી અને શકિત સાથે હળવાશનો અનુભવ થાય છે અને મેદસ્વીપણ ઘટે છે. શ્રી શ્રી યોગા ને નિયમિત રીતે કરતા લોકો પોતાના જીવનને વઘુને વઘુ નિરોગી અને ખુશ ખુશાલ બનાવી શકે છે તેમજ શરીરિક અને માનસિક રોગ પ્રતિકારક શકિત વધારે છે. જેને લઇ ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા મોરબીના સમ્રાટ રિટેલ વર્લ્ડ, શકિત ટાઉનશીપની બાજુમાં, ગોસર ડેરી ની સામે, રવાપર રોડ ખાતે આગામી ૧૬-૧૨-૨૦૨૫ થી ૧૯-૧૨-૨૦૨૫ દરમિયાન સમય : સવારે ૬-૦૦ થી ૮-૦૦ વાગ્યે યોગ મહોત્સવ – મોરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે https://aolt.in/897175 પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.









