શહીદોના પરિવારજનોને આર્થિક સહાય હોય કે પછી ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું દયનિય કામ કે પછી ગરીબ પરિવારના બાળકોને ભાણાંવવા માટે આર્થિક સહાય કરતા યુવા ઉદ્યોગકાર અજય લોરિયાએ અયોધ્યા રામ મંદિરમાં ૨૧ લાખનું અનુદાન આપ્યું છે સાથે જ જરૂર પડ્યે વધુ સહાય કરવા પણ તૈયારી દાખવી રામ લલ્લાના મંદિરમાં સહભાગી થયા હતાં.
મોરબી હર હમેશા આર્થિક દાનની સરવાણી માટે મોખરે રહ્યું છે ત્યારે ખાસ કરી મોરબીના વાઘપર પીલુડી નામના નાના એવા ગામના યુવા ઉદ્યોગપતિ અજય પોપટભાઈ લોરીયાનો ચહેરો પણ હમેશા દાનવીર કર્ણ ની ઉપમા અપાવે છે.
જેમાં મોરબીમાં લોકડાઉન હોય તો સતત ચોવીસ કલાક સુધી ગરીબો અને ભુખ્યાની જઠરાગ્નિ ઠારવા ની વાત હોય કે પછી આતંકી હુમલાઓમાં શહીદ થયેલા પરિવારજનોને આર્થિક સહાય હર હમેશા અજય લોરીયાએ આગેવાની અને સાહસિકતા બતાવી છે સાથે જ ગરીબો પરિવારના બાળકોને ભણવા માટેનો ખર્ચ પણ અજય લોરીયા દ્વારા ઉઠાવવામાં આવે છે ત્યારે હાલ અયોધ્યામાં નવ નિર્મિત રામ લલ્લાનાં મંદિરના શિલાન્યાસમાં એકવીસ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે અને સાથે જ આગામી સમયમાં પણ જો રામ લલ્લાના ઘર એટલે કે અયોધ્યા રામ મંદિર માટે જેટલા રૂપિયા કે કોઈ પણ સહાયની જરૂર પડે તો તૈયારી દાખવી છે જેમાં ગઈકાલે સાંસદ વિનોદ ચાવડાના સન્માન સમારોહ દરમ્યાન અજય લોરીયાએ એકવીસ લાખ રૂપિયાનું અનુદાન કર્યું હતું જેને લઈને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માજી મંત્રી જ્યંતી કવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા ,મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા દ્વારા સાલ ઓઢાડી અજય લોરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અજય લોરીયા નાનપણથી જ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓએ ભૂતકાળમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ વાળી ટાઇલ્સ બનાવી દસ હજાર બોક્સ ટાઈલ્સનું ટોયલેટમાં ચોડવા માટે ફ્રી વિતરણ કરી અનોખો વિરોધ કરી તેમજ શહીદોના ઘેર જઈને ટેબ પરિવાર જનોને 58 લાખ રૂપિયાનું અનુદાન કરી ચર્ચામાં આવ્યા હતાં ત્યારે અચાનક જ અજય લોરીયાએ રામ મંદિર માટે 21 લાખનું અનુદાન એકલા હાથે કરી ખરેખર રામ લલ્લા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરી છે.