મોરબીના વીસીપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી શનીભાઈ નવીનભાઈ મારુણીયા ઉવ.૨૮ રહે.મોરબી નવલખી રોડ મફતિયાપરા વાળો ત્યાંથી પસાર થતા તેની પાસે રહેલ થેલીની પોલીસ દ્વારા તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સની શીલપેક બોટલ કિ.રૂ.૫૬૨/-મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે લઈ આરોપી યુવક વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.