મોરબી શહેરમાં છરી વડે હુમલા આમ વાત થઈ ગઈ હોય અને પોલીસની ધાક ઓસરતી હોય તેવા માહોલ વચ્ચે વધુ એક છરી વડે હુમલા અંગેની ઘટના સામે આવી છે, જેમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સહઆરોપી તરીકે નામ ખોલેલ બાબતનો ખાર રાખી યુવક ઉપર બે શખ્સો દ્વારા છરી તથા ઢીકાપાટુ વડે હુમલો કરાયો હતો. હાલ પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીની ઇદ મસ્જિદ પાછળ મચ્છીપીઠમાં રહેતા અબ્દુલભાઇ કાદરભાઈ ભટ્ટી ઉવ.૨૨ એ આરોપી મોઇન ગુલામભાઈ મોવર અને જાવેદ રમજાનભાઈ મોવર બન્ને રહે.વીસીપર મદીના મસ્જિદ પાસે વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી મોઇન મોવરનુ અગાઉ ઇગ્લીસ દારૂના ગુંનામા ફરીયાદી અબ્દુલભાઈએ પોલીસ સ્ટેશનમા નામ ખોલેલ હોય જેનો ખાર રાખી ગઈકાલ તા.૦૪/૧૦ના રોજ ખાટકીવાસ નજીક આરોપી મોઇનએ અબ્દુલભાઇને છાતીમા છરીનો એક ઘા મારી ઇજા કરી તથા ગાળો આપી હતી, જ્યારે તથા આરોપી જાવેદ એ પગ વડે પાટુ મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.