Sunday, June 15, 2025
HomeGujaratમોરબી:યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ વ્યક્તિને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કેબિન (દુકાન)ની ભેટ...

મોરબી:યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ વ્યક્તિને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કેબિન (દુકાન)ની ભેટ અપાઈ

મોરબી જિલ્લામાં સેવાકીય પ્રવૃતિ
માટે જાણીતી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ વ્યકિત આત્મનિર્ભર બને તે માટે કેબિન ( દુકાન) ની ભેટ અર્પણ કરવામાં આવી છે. યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કેબિન નું ફૂલહાર થી ઉદધાટન કરી અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિનામૂલ્યે કોઈપણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડે છે. સાથે જ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં અનેક સેવાકાર્ય કરવામાં આવે છે. ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નકુલભાઈ દલાભાઈ મકવાણા નામના દિવ્યાંગ વ્યકિતને યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) અર્પણ કરવામાં આવી હતી. તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આ કેબિટ (દુકાન)નું ફુલહારથી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, નકુલભાઈ મકવાણા ચાલી શકતા નથી.જેઓ હેન્ડીક્રાફ્ટ સાઇકલ મારફતે ફરી રહ્યા છે. અને પરિવારની સ્થિતિ પણ અત્યંત નબળી હોવાથી તેમણે કમાવવા માટેનો વિચાર આવતા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) આપવામાં આવતા હવે તે સ્વનિર્ભર બની દુકાન ચલાવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!