મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું તેમજ વિપક્ષ દ્વારા પણ વિકાસના કામો માં વિલંબ થવાને લાઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તેમજ ટેન્ડર પ્રક્રિયા માં રહેલી ખામીઓ દૂર કરવા જણાવાયું હતું.
મોરબી જિલ્લા પંચાયત દ્વારા આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી અને ૧૫ એજન્ડા સાથે યોજાયેલ અને મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ ને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અનેક ચર્ચાઓ બાદ ૯૭.૨૪ લાખની પુરાંત વાળું ૧૮૪૬ લાખ ૬૪ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ વિપક્ષ દ્વારા વિકાસના કામોને લઈને સવાલો કરવામાં આવ્યા હતા જેમાં કામો માં વિલંબ થવા માં અમુક અમુક કામો બે બે વર્ષ સુધી ચાલુ નથી થયા અને અધૂરા કામ થવા અને ટેન્ડર પ્રક્રિયામાં પણ સુધારો કરવા જણાવવામાં આવ્યું હતું.