મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં લંમ્પી વાયરસ અને વિકાસના કામો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકાર પર લંપી વાયરસમાં પશુઓના મોત ના આંકડા છુપાવવાના આક્ષેપો કર્યા હતા અને બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા પોતાના અંગત સંપતિ માંથી લંપી વાયરસમાં મૃત્યુ પામેલ પશુઓના માલિકોને પશુ દીઠ રૂપિયા ૧૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરી હતી.
જેમાં વિરોધ પક્ષના સદસ્યો દ્વારા લંપી વાયરસના ફેલાવાને અટકાવવા તેમજ મૃત્યુ પામેલ પશુઓના યોગ્ય નિકાલ ન થવા બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને આ વાયરસને કારણે જેના પશુઓ મૃત્યુ પામ્યા છે તેવા પશુપાલકો ને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ દ્વારા આ માંગણીને નકારી કાઢવામાં આવી હતી છતાં પણ વિપક્ષના સદસ્યો પોતાની માંગણી માટે અડગ રહ્યા હતા અને આ બાબતે ઠરાવ પસાર કરવા માંગે કરી હતી જેથી ઠરાવ પસાર કરવા અંગે બહુમતી લેવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના કુલ ૨૪ સદસ્યો માંથી માત્ર સાત સદસ્યોએ પોતાનો હકારાત્મક મત આપ્યો હતો અને વિપક્ષના એક સદસ્ય સહિત બાકીના ૧૭ સદસ્યો આ ઠરાવ પસાર કરવા માટે અસહમત હોવાનું સાબિત થયું હતું બાદમાં બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા લંપી વાયરસ ને કારણે મૃત્યુ પામેલ પશુઓ ના માલિકોને પશુ દીઠ રૂપિયા ૧૦૦૦ ની સહાય પોતાની સંપતિમાંથી ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી અને વિપક્ષના સદસ્યોને આ માટે યાદી તૈયાર કરવાનું જણાવ્યું હતું અને વિપક્ષના સદસ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર પશુઓના મોત ના આંકડા છુપાવી રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સામાન્ય સભામાં સ્વ ભંડોળ ૪,૩૧,૩૪૦૦૦ ના વિકાસના કામો ને મંજૂરી આપવામાં આવી હતી રેતી રોયલ્ટી ના ૨,૯૭,૦૦૦,૦૦ ના કામો તેમજ ૨૦,૫૫,૦૦૦ ના સ્વ ભંડોળ ના કામોને મનજુરી આપવમાં આવી છે. જ્યારે વિપક્ષ ના સદસ્યોની માંગણી બાબતે જણાવ્યું હતું કે તેઓ સરકારને નબળી પાડવાનું કાર્ય કરે છે અને તેઓનો માંગણી હતી તો જ્યારે પશુપાલન મંત્રી મોરબી આવેલ હતા ત્યારે વિપક્ષ ના સદસ્યોને પણ પોતાની રજૂઆત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓએ આ માંગણી કરી ન હતી અને બાદમાં પત્રકારોની સામે આવી માંગણીઓ મૂકીને સરકારની કામગીરીને નબળી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.