મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને
ટંકારા તાલુકાના ગોધાણી ભુપેન્દ્રભાઈ દામજીભાઈએ મોરબી જિલ્લા પંચાયત બાંધકામ શાખા અને ડીડીઓને પત્ર લખ્યો છે. જેમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પુષ્કર પ્રમાણમાં નુકશાન જવા પામ્યું છે. ત્યારે તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયત ડીડીઓ આગળ કરવામાં આવી છે. તેમજ રોડ રસ્તાને થયેલ ભારે નુકશાનને કારણે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ શાખા ને પત્ર લખી ટંકારા ગામે અમરાપર રોડ ઉપર રીપેરીંગ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય અને ટંકારાના ગોધાણી ભૂપેન્દ્ર દામજી ભાઈએ મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓને પત્ર લખી ખેતી વાડી વિસ્તારમાં થયેલ નુકશાનની સર્વે કરવા તેમજ મોરબી જિલ્લા બાંધકામ શાખાને પત્ર લખી રોડ રસ્તાને થયેલ નુકશાનીના રોડ રસ્તા રિપેર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને પત્ર લખી એક વર્ષ પહેલાં ટંકારા થી અમરાપુર રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ ટંકારાના ગાયત્રીનગર સોસાયટીથી જૂનો આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો છે. જેની આગળ ડામર રોડ બનાવવામાં આવ્યો છે જે રોડ પોણા ઇંચ ઉચો હોવાથી ટંકારાના ખડીયાવાસની શેરીમાં વરસાદી પાણી નિકાલ થતો નથી. અને તેના લીધે આખી શેરીમાં પાણી ભરેલું છે. તેમજ ગાયત્રીનગરના ખાડા પાસે અમારાપર – ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તૂટી ગઈ છે. તેના લીધે રોડ પર સતત પાણી વહ્યા કરે છે તેના લીધે ગાયત્રીનગર મેઈન રોડ ખાડા પડી ગયાં છે. જેના કારણે સ્થાનિક લોકો સને સ્કૂલે જતાં વિદ્યાથીઓ એક વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે. તેથી તાત્કાલિક સર્વે કરી રોડનું લેવલ કરી પાણીની લાઈન રિપેર કરી રોડ નવો બનાવાવમાં આવે તેવી માંગ કરાઇ છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓને પત્ર લખી મોરબી જિલ્લાના દરેક તાલુકામાં 20 થી 25 ઇંચ વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોના પાકમાં કપાસ, તલ, બાજરી, જાર મગફળી વગેરે જેવા પાક અતિરિક્ત વરસાદ અને પવનને કારણે નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી તો મોરબી જિલ્લા પાંચ તાલુકાના ખેતીવાડી દ્વારા સર્વેની ટીમ બનાવી ખેડૂતોને પાક અને સીમ તળના રસ્તાઓ અને પુલીયાનું તાત્કાલીક સર્વે કરી તેની રિપેરની કામગીરી કરવામાં આવે તેમજ ખેડૂતોને પાકનું વળતર તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…