મોરબી જીલ્લા પંચાયત દ્વારા મોરબી જીલ્લાના કુલ ૧૮૯ દિવ્યાંગ બાળકો માટે મેડિકલ કેમ્પ તથા યૂડીઆઈડી કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબી વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લાના કુલ ૧૮૯ બાળકો માટેના સ્પેશ્યલ મેડિકલ કેમ્પ તથા તેના આધારે યૂડીઆઈડી કાર્ડ મળે તેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં સ્પેશ્યલ મેડિકલ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને ચેક કર્યા તેમાં ૧૫૬ બાળકો એવા છે જેને જન્મજાત બીમારી હોય જેવી કે સ્પીચ ડિસએબિલીટી, મલ્ટીપલ ડિસઓર્ડર તથા બ્લાઇન્ડનેસ જેવી બીમારીની સારવાર તથા કેમ્પમાં મોકલવાનું આયોજન કરવામાં આવશે. તથા કુલ ૩૩ દિવ્યાંગ બાળકો છે તેને હીયરીંગની તકલીફ છે જે તમામ બાળકોને જામનગર તથા રાજકોટ ખાતે આવતા મંગળવાર તથા બુધવારના રોજ રીફર કરીશું. જામનગર જે બાળકોને મોકલવામાં આવશે તેની સાથે એક મેડિકલ ટીમ તથા એક શિક્ષક, વાલીઓને બસમાં જવા માટેનું તમામ આનુષંગિક આયોજન મોરબી જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે.
આ સિવાય વિશેષમાં દિવ્યાંગ બાળકોને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટ સુવિધા, એસ્કોર્ટ એલાઉન્સ, ગર્લ સ્ટાઇપન્ડ જેવી યોજનાઓનો લાભ મળી રહે તે માટેના સમસ્ત વિભાગના સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ અત્યારે હાજર રાખવામાં આવ્યાનું જણાવ્યું હતું.