Friday, November 15, 2024
HomeGujaratમાળીયા-હળવદના ખેડૂતોને વળતર આપવા મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

માળીયા-હળવદના ખેડૂતોને વળતર આપવા મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માળીયા હળવદ અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાંથી ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવર ગ્રીડ ખાવડા -2 બી ટ્રાન્સમિશન લી. દ્વારા 765 KV લાકડીયા અમદાવાદ ડબલ લઇને ખેતરમાંથી નીકળે છે. જે ખેડૂતોને સરકારના ધારા ધોરણ મુજબ વળતર આપવામાં આવ્યું નથી તેથી તાત્કાલિક ધોરણે વળતાજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સરકારન ધારા ધોરણ મુજબ ખેડૂતોને વળતર ન મળતાં યોગ્ય વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી છે.માળીયા – હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડ ની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-11-બી ટ્રાન્સમીશન લી.દ્રારા 765 KV લાકડીયા – અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરો માંથી નિકળે છે. અને તેઓને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી અને જેની રજૂઆત ખેડૂતો દ્વારા મોરબી જીલ્લાના કલેકટરને તથા લગત તમામ અધિકારીઓને લેખીત અને મૌખીક વાંરવાર કરવામાં આવી છે પરંતુ કોઇ યોગ્ય જવાબ મળેલ નથી. તેથી માળીયા-હળવદ તાલુકાના અસર ગ્રસ્ત ખેડૂત ખાતેદારો એ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડ ની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-II-બી ટ્રાન્સમીશન લી.દ્રારા 765 KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરો માંથી નિકળે છે તથા માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા ખેડૂતોને યોગ્ય વળતર તાત્કાલિક મળે તેવી માંગ મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!