આદિકાળથી બાળકોને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનનું ચિત્ર આ વિચારોથી તદ્દન વિપરિત છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગરીબ બાળકો શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં મજૂરી કરી રહ્યા છે. જેને અટકાવવા ભારત સરકાર દ્વારા બાળમજૂરી કાયદો અમલમાં લેવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે તા.૦૫/૧૨/૨૦૨૩ના રોજ મોરબી તાલુકાની ટીમ દ્વારા મોરબીના બહાદુરગઢ સ્થિત એ.જી.એલ.સેનેટરીવેરમાં રેઇડ કરવામાં આવી હતી અને લખાઇ પાંડુ કીશકુ (રહે. મોરબી) નામના કોન્ટ્રાકટર દ્વારા એ.જી.એલ.સેનેટરીવેરમાં બાળક ને શ્રમિક તરીકે સંસ્થામાં કામે રાખતા શખ્સ વિરુદ્ધ બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)-૧૯૮૬(સને-૨૦૧૬માં સુધાર્યા અનુસાર) એકટની કલમ ૩ તથા ૧૪ મજુબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.