હળવદ ન્યુ એરા સાયન્સ એકેડેમી ના એમડી યુવા ઉત્સાહી મહેન્દ્રસિંહ પઢિયાર વિકલાંગ હોવા છતાં પણ જોખમી ગણાતી લેહ લદાખની યાત્રા બાઈક રાઈડથી પુણૅ કરી
મન હોય તો માળવે જવાય એ કહેવતને ખરેખર અર્થમાં સાર્થક કરતા મોરબી જિલ્લાના સાહસિક શિક્ષક ગ્રુપના શિક્ષકોએ સાહસની પરિભાષા સમાન યુવાનોએ લેહ લદાખની જોખમી ગણાતી યાત્રા બાઈક રાઈડથી શરૂ કરી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જન્માષ્ટમી ની રજાઓમાં મોરબીના 17 જેટલા મિત્રોએ લેહ લદાખમાં બાઈક લઈને જવાનુ આયોજન કર્યું હતું જેમાં ચાર દિવસ ત્યાં બાઈકથી ફરવાનું આયોજન હતું. જેમાં લેહ થી અલચી, બૌદ્ધ, મિનેસ્ટરી, INDUS, અનેZANSKAR નદી સગમ, મેગ્નેટિકલ હીલ,પથ્થર સાહીબ ગુરુદ્વાર, અને વિશ્વનું સૌથી ઊંચા સ્થાન પર બીપીસીએલ કંપનીનું જથ્થાબંધ પેટ્રોલિયમ સ્ટોરેજ સ્ટેશન, ચાગલા પાસે જે સમુદ્ર તટ ભારતનું સૌથી ઊંચું સ્થાન પર આવેલું તળાવ, દૂરબુક, Diskit મોનીસ્ટેરી અને નોબાવેલી જીપલાઈન, ખાર દુગલાલા, પાસ, સે પ્લેસ રેન્ન સ્કૂલ, વોલ ઓફ ફેમ શાંતિસ્તુપાન સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
આ બાઈક ટ્રીપ માં ૧૭ થી વધુ રાઇડર શિક્ષકો જોડાયા હતા જેમાં હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડેમી ના એમડી યુવા ઉત્સાહી મહેન્દ્રસિંહ પઢિયાર પણ જોડાયા હતા તેમની સાથે બાઈક રાઇડર શિક્ષકો રાજુ ગોસ્વામી બીપીન સનાવડા, યોગેશ બારૈયા, વિજય પાનસુરીયા ,સુધીર ગાંભાવ, શૈલેષ કામરીયા ,અશ્વિન સદાતીયા ,કેતન વાછાણી, સચિન કામદાર, ભાવેશ નાયકપુરા, ભરત ગોપાણી,અને ઉદ્યોગકારો દીપક કામરીયા નિલેશ કામરીયા વસંત સનાવડા સહિત કુલ ૧૭ યુવાનો જોડાયા હતા.