મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દીની જિંદગીમાં આશાની કિરણ જગાવી છે. અકસ્માતમાં એક યુવતીનો જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર અને સાંધો ખડી ગયો તેમજ જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો. જેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
મોરબી આયુષ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વધુ એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં 21 વર્ષના દર્દીનું અકસ્માતના કારણે જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર (TERRIBLE TRIAD ELBOW) અને સાંધો ખડી ગયો હતો અને જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો. તેના માટે ઓપેરશન કરીને કોણીનું હાડકું બેસાડવામાં આવ્યું અને ગોળો બચાવવા માટે સ્ક્રુ નાખવામાં આવ્યા હતા. અને બે મહીના પછી દર્દી સપોર્ટ વિના ચાલવા લાગ્યા અને કોણીની પુરેપુરી મુવમેન્ટ આવા લાગી હતા. ત્યારે દર્દી અને તેના પરિવારજનો દ્વારા આયુષ હોસ્પિટલનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.