મોરબીની આયુષ હોસ્પિટલમાં માર્ગ અકસ્માતમાં ૧૯ વર્ષીય દર્દીને મોઢામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ આંખની બાજુનું હાડકું, નાકનું હાડકું, જડબાના હાડકામાં ફ્રેકચર થતાં દર્દીને બેભાન કરી ઓપરેશન કરવું શક્ય ન હતું. તેથી ડોકટરો દ્વારા દર્દીને submental intubation કરી એનેસ્થેસિયા આપવાનું નક્કી કરી સફળતા પૂર્વક દર્દીનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
મોરબી આયુષ હોસ્પિટલની એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા વધુ એક જટિલ એનેસ્થેસિયા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ૧૯ વર્ષીય દર્દીનું રોડ પર અકસ્માત નડતા દર્દીને મોઢાં પર ગંભીર ઈજાઓ, આંખની આજુબાજુનું હાડકું, નાકના હાડકા અને જડબાના હાડકાના ફ્રેકચર થયા હતા. તે ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેતું હતું. તેવી પરિસ્થિતિમાં દર્દીને નાક માંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય ન હતું. જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડૉ. શ્વેતા પ્રજાપતિ, ડૉ અદિતિ ઝાલાવાડિયા અને ડૉ દુષ્યંત ચાવડા દ્વારા SUBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અતિ જોખમી ઓપરેશન ઉપર એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા ઓપરેશન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું