મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા આવતીકાલે સ્પેશ્યાલીટી ક્લિનિક યુરો સર્જનની ઓ.પી.ડી.નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનાર દર્દીઓને ભરી માત્રમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ત્યારે આયુષ હોસ્પિટલ દ્વારા મોરબીવાસીઓને આ સ્પેશ્યાલીટી ક્લિનિકનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા આવતીકાલે 01/08/2025ને શુક્રવારના રોજ સવારે 10 થી 1 તથા સાંજે 5 થી 8 દરમિયાન સ્પેશ્યાલીટી ક્લિનિક, યુરો સર્જનની ઓ.પી.ડી.નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને તેમના રોગમાંથી મુક્તિ આપવાની સાથે સાથે જબરજસ્ત ડિસ્કાઉન્ટ પણ આવામાં આવશે. જેમાં ઓ.પી.ડી. માં આવનાર દર્દીને 50% ડિસ્કાઉન્ટ, રેડિયોલોજીમાં આવનાર દર્દીને 20% રાહત તેમજ પેથોલોજીમાં આવનાર દર્દીને પણ 20% રાહત આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ ફક્ત નવા કેસ માટે જ ઉપલબ્ધ રહેશે. તેમજ વધુ માહિતી માટે 8000842000 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.