Sunday, September 22, 2024
HomeGujaratમોરબીનાં "ભવાની એકસપ્રેસ" આંગડીયામા ચાલતું જુગારધામ ઝડપાયું :પાંચ જુગારીઓની અટકાયત

મોરબીનાં “ભવાની એકસપ્રેસ” આંગડીયામા ચાલતું જુગારધામ ઝડપાયું :પાંચ જુગારીઓની અટકાયત

મોરબીનાં સરદાર રોડ પર ધરતીટાવરમાં આવેલ “ભવાની એકસપ્રેસ” આંગડીયામાથી જુગારધામ ઝડપાયું છે. ઈસમો આંગડીયાના નામે જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળતા જ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે સ્થળ પર રેઈડ કરી પાંચ શકુનિઓને પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં સરદાર રોડ પર ધરતીટાવરમાં આવેલ “ભવાની એકસપ્રેસ” આંગડીયામા બહારથી લોકોને બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ મહેશભાઇ રમણલાલ પટેલ દ્વારા નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મહેશભાઇ રમણલાલ પટેલ, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર, દીલીપભાઇ રામાભાઇ પટેલ તથા સંજયકુમાર અંબાલાલ પટેલ નામના શખ્સોને રોકડા રૂ.૧,૦૦,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!