Friday, January 17, 2025
HomeGujaratમોરબીનાં સીરામીક પ્લાઝા કોમ્પ્લેક્ષમાં થયેલ લૂંટનો મામલો : કોર્ટ દ્વારા આરોપીઓને શંકાનો...

મોરબીનાં સીરામીક પ્લાઝા કોમ્પ્લેક્ષમાં થયેલ લૂંટનો મામલો : કોર્ટ દ્વારા આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા

મોરબીનાં સીરામીક પ્લાઝા કોમ્પ્લેક્ષમાં વર્ષ ૨૦૧૯ માં થયેલ લૂંટના મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. બંને પક્ષને ધારદાર દલીલોને ધ્યાને રાખી મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી દીધા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ફરીયાદીએ એવી ફરીયાદ દાખલ કરાવી હતી કે, ફરિયાદી બીપીન નરભેરામભાઈ પટેલ તથા ઈજા પામનાર ભરત નારાબાઈ પટેલ જે.પી આંગળીયા પેઢીની ઓફીસ બંધ કરી નીચે ઉતરતા હતા. તે દરમીયાન ત્રીજા માળે પગથીયા ઉપર મૌઢા ઉપર માસ્ક પહેરેલ ત્રણ અજાણ્યા ઈસમોએ આંખોમાં મરચાની ભૂકી છાંટી ભરતને તીક્ષણ હથીવારથી ઈજા કરી ફરીયાદી સાથે જપાજપી કરી મૂંઢ ઈજા કરી રોકડ રૂ. ૧૨,૦૦,૦૦૦/- ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોનની લુંટ કરી સ્થળ પરથી ફરાર થયા હતા. જે ફરિયાદનાં આધારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલતો હતો. જેમાં આરોપી રાજેશ ઉર્ફે રાજ પ્રભુભાઈ વડાવીયા, જીતેન્દ્ર ભગવાનજી વડાવીયા તથા દીના ઉર્ફે દીનેશભાઈ કનૈયાલાલ અહેવાલ વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી દીલીપભાઈ અંગેચાણીયા રોકાયેલ હતા. જેમાં ફરીવાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તેમજ તમામ પુરાવાના અંને આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સીસીટીવી કબજે થયેલ નથી. તેમજ આરોપીઓની ઓળખ પણ કરવામાં આવેલ નથી. આમ આરોપીઓ વીરુધ્ધ કોઈ પુરતો પુરાવો ન હોય જેથી આરોપીઓને નિર્દોષ છોડવા દલીલ કરવામાં આવેલ ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!