મોરબી ગૌરક્ષક, હિન્દુ યુવા વાહીંની તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને મળેલ બાતમીના આધારે માળીયા ગામ પાસે એક બોલેરો પીકપ વાહનને રોકી તેમાં તપાસ કરતા બોલેરો પીકપમાંથી ત્રણ ભેસો મળી આવી હતી. આ ભેંસોને કચ્છથી અમદાવાદ કતલખાને લઇ જવામાં આવી રહી હતી. ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ગૌરક્ષક, હિન્દુ યુવા વાહીંની તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને ગત તા.23/02/2025ના રોજ બાતમી મળેલ કે, કચ્છ બાજુથી માળીયાથી અમદાવાદ જતી GJ.12.BJ.4558 નંબરની એક બોલેરો પીકપમાં જીવ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે ગાડી આવતા તે વાહનને માળીયા ગામ પાસે રોકીને તેમાં ચેક કરતા વાહનમાંથી ભેસ (પાડા)ના 3 જીવ કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ના શકે એવી રીતે મળી આવ્યા હતા. ત્યારે વાહન ચાલક આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, આ જીવ કચ્છ થી ભરેલા હોય અને અમદાવાદ લઈ જવાના હોય કતલ કરવાના ઇરાદે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. તે 3 જીવોને મોરબી ગૌરક્ષક, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા. અને ત્રણેય જીવોને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ આરોપીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.