મોરબીના ગૌરક્ષકો દ્વારા વધુ એક જીવનને કતલ થાય તે પહેલા જ બચાવી લેવામાં આવ્યો છે. જેમાં એક સીએનજી રીક્ષામાં ભરી પાડાને કાટખાને લઇ જવામાં આવી રહ્યો હતો. જેને મોરબીના ગૌરક્ષકો દ્વારા બાતમીનાં આધારે બચાવી બે આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળને આજ રોજ વહેલી સવારે બાતમી મળી હતી કે, માથક થઈને મોરબી કતલ કરવાના કરવા જીવ GJ 36.W 8911 નંબરની સી.એન.જી. રીક્ષામા ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીનાં આધારે થાન બાજુથી રફાળીયા થઈને મોરબી શક્તિ ચોક ખાટકી વાળામાં જીવોને ભરીને લઈ જતી રિક્ષાને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ગૌરક્ષકો દ્વારા રફાળીયા થઈને મોરબી સામાકાંઠે આવતા રિક્ષાને રોકી તેમાં તપાસતા તેમાંથી 1 પાડો ક્રૂરતા પૂર્વક બાંધેલ હાલતમાં મળી આવતા વાહન ચાલકની પૂછપરછ કરતા તેને પાસે કોઈ પણ પરમિટના હોવાનું અને માથકથી આ જીવને ભરેલા હોવાનું અને મોરબી ખાટકી વાસમાં કતલ કરવા લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી બે આરોપીઓને ઝડપી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. તેમજ જીવોને છોડાવી આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.









