Friday, January 17, 2025
HomeGujaratમોરબીના ધરમપરુ ગામના પાટિયા નજીક જુના ઝઘડાનું વેર વાળવા ત્રણ લુખ્ખાઓ યુવાન...

મોરબીના ધરમપરુ ગામના પાટિયા નજીક જુના ઝઘડાનું વેર વાળવા ત્રણ લુખ્ખાઓ યુવાન પર છરી, પાઇપ વડે તૂટી પડ્યા

મોરબીના ધરમપરુ ગામના પાટિયા નજીક અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ લુખ્ખાઓએ પરપ્રાંતીય યુવાન સહિત બે ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલૂકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી બાયપાસ રોડ પર આવેલ ધરમપરુ ગામના પાટીયા નજીક આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુને મોહીતકુમાર ઉદયભાન સેગલ (ઉ.વ.૨૨ રહે.હાલ-ખત્રીવાડ મેઇન રોડ, મોરબી-૧ મૂળ, ઉતરપ્રદેશ) સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનું વેર વાળવા આરોપી
દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ, બીપીન ઉર્ફે બીપી સેગલ (રહે.ત્રણેય-વાવડી રોડ,સોમૈયા સોસાયટી મોરબી-૧)એ ધરમપરુ ગામના પાટીએ આવી મોહીતકુમાર ઉદયભાન સેગલ (ઉ.વ.૨૨ રહે.હાલ-ખત્રીવાડ મેઇન રોડ, મોરબી-૧ મૂળ, ઉતરપ્રદેશ) પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. વધુમાં આરોપી બીપીન ઉર્ફે બીપીએ સાહેદ ઉદયપ્રકાશને પકડી રાખી આરોપી આનંદશીંગ છરીનો ઘા મારવા જતા સાહેદ ઉદયપ્રકાશ છટકી ભાગવા જતા આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ સાહેદ ઉદયપ્રકાશને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા ઝીંકી દીધો હતો. વધુમાં મારી નાખવાની ધમકી આપતા આ મામેલ મોહીતકુમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!