Monday, May 13, 2024
HomeGujaratમોરબીના વિકલાંગ, વિધવાઓના ત્રણ માસના પેન્શન સરકાર દબાવીને બેઠી છે: કારણ શું?...

મોરબીના વિકલાંગ, વિધવાઓના ત્રણ માસના પેન્શન સરકાર દબાવીને બેઠી છે: કારણ શું? મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

સ્વર્ણિમ ગુજરાત હેઠળ સરકાર દ્વારા નિરાધાર, વિકલાંગો તથા વિધવાઓને માસિક રૂપિયા ૭૫૦ જેવી નજીવી રકમનું પેન્શન ચુકવવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ માસથી કોઈ કારણસર પેન્શન ન ચૂકવતા દિવાળી તહેવારો દરમિયાન લાભાર્થીઓની માઠી દશા થઈ છે આથી મોરબીના સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સહિતના મારફતે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમા જણાવ્યું કે છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગો તથા વિધવાઓને ખાતામાં પેન્શનની રકમ જમા કરવામાં આવી નથી. પેન્શન વધારો તો ઠીક સમયસર મામુલી રકમ પણ જમા ન થતા લાભાર્થીઓ મુંજવણમાં મુકાયા છે.હિન્દૂ ધર્મના સૌથી મોટા માં મોટા તહેવાર દિવાળી દરમિયાન પણ ત્રણ મહિનાથી રકમ ચૂકવવામાં આવી નથી જેની પાછળનું કારણ શું? તેવો અણિયારો પ્રશ્ન પણ સામાજિક અગ્રણીઓએ કર્યો છે.જો કોઇ નિરાધાર ને હૈયાતી હુકમ આપવામાં વિલંબ થયેલ હોય તો તેને લેખીત જાણ કરવી જરૂરી હોય છે છતાં પણ આવું સરકારી બાબુઓ કરતા નથી અને નિરાધારો વિધવાના છેલ્લા ૩ માસ થી પેન્શન બંધ થયેલ છે. વૃદ્ધ, નિરાધરો લાખ ચોર્યાસીનો ફેરો ફરી ભાડા ખર્ચીને તપાસ અર્થે બેંકમાં જાય તો જવાબ વગર પાછા ધકેલવામાં આવે છે. લાભાર્થીઓની પરિસ્થિતિ પારખી તાત્કાલિક રકમ ચૂકવવમાં આવે આ ઉપરાંત પેન્શનમાં પણ વધારો થાય તે માટે પણ યોગ્ય કરવા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડ્યા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ સહિતનાઓએ રજુઆતના અંતમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!