ગુજરાત રાજ્ય માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૦ SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલે બંને બોર્ડમાં ૧૦૦ ટકા પરિણામ મેળવી અલગ સિદ્ધી હાંસલ કરી છે.
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 પછી આજરોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ધોરણ ૧૨ ની જેમ ધોરણ ૧૦ માં પણ દોશી એમ.એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલનું પરિણામ 100 ટકા આવ્યું છે. મોરબી તાલુકાની એકમાત્ર શાળા એવી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલ છે. જેમણે બંને પરીક્ષાઓમાં 100 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. એટલે કે શાળાના ધોરણ ૧૦ અને ૧૨ નો એક પણ વિદ્યાર્થી બોર્ડમાં ફેઇલ થયો નથી. શાળા દ્વારા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા શાળાના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતાએ શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.