હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે વોચ ગોઠવી માર્કેટિંગ યાર્ડ નજીકથી જયુપીટર મોપેડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૬ બોટલ હેરાફેરી કરતા મોરબીના ભડિયાદ ગામના એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે ટીવીએસ જયુપીટર, વિદેશી દારૂ સહિત ૫૭,૨૦૦/-ના મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ ટીમને બાતમી મળેલ કે મરૂન કલર જયુપીટર મોપેડમાં એક શખ્સ વિદેશી દારૂની બોટલ લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ પાસેથી નીકળવાનો હોય જે બાતમીને આધારે હળવદ પોલીસ વાહન ચેકીંગની કામગીરીમાં માર્કેટિંગ યાર્ડ નજીક વોચમાં હોય તે દરમિયાન એક મરૂન કલર ટીવીએસ જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએમ-૬૮૨૪ મોપેડ ત્યાંથી પસાર થતા તેને રોકી તેમાં તલાસી લેતા મોપેડની આગળ પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૬ બોટલ કિ.રૂ.૭,૨૦૦/-મળી આવી હતી, આ સાથે આરોપી બળદેવભાઇ વશરામભાઇ પરમાર ઉવ.૩૬ રહે.જીવરાજપાર્ક સોસાયટી ભડિયાદ ગામ મોરબીવાળાની અટકાયત કરી હળવદ પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.