ઠંડીની ઋતુ આવતાની સાથે જ તસ્કરો પણ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબીના ઘુંટુ ગામે રામપાર્ક સોસાયટીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાનો બનાવ્યો હતો. આટલું જ નહિ ચોરીમાં પાડોશીઓ ખલેલ ન પહોંચાડે તે માટે થઇ ભેજાબાજોએ પાડોશીના ઘરને બહારથી બંધ કરી લીધા હતા !
મોરબીમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના ઘુંટુ ગામે રામપાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઈ પ્રમોદભાઈ જાની ગઈકાલે સાંજના સમયે સાથે તેમના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનું ઘર ખાલી હોવાની જાણ થતા જ તસ્કરોએ તેમના ઘરને નિશાનો બનાવી રાત્રીના સમયે તેમના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ પાડોશીઓના ઘરોને બહારથી બંધ કરી દઈ ચોરીને આરામથી ઘરમાં ચોરી કરી હતી. ત્યારે પાડોશીઓએ ચોરી થયાની ટેલિફોનિક જાણ મકાન માલિકને કરતા તેઓ તાત્કાલિક મોરબી આવવા રવાના થયા છે. અને હવે મકાન માલિક મોરબી આવ્યા બાદ વિધિવત ફરિયાદ નોંધાશે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે તસ્કરો આંટાફેરા કરતા હોય તેવા દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.