મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીની ઐતિહાસિક ઇમારતોને તિરંગાના લાઇટિંગ સેડનો શણગાર અપાયો હતો.
મોરબી મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરની ઐતિહાસિક ઈમારત નહેરુ ગેટને આકર્ષક રીતે દેશના તિરંગાની થીમના લાઇટિંગ સેડથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ મણીમંદિર રાણીબાગને તિરંગા દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ કલર કેસરી, સફેદ અને લીલો આ ત્રણ કલરના લાઇટિંગ શેડનું ડેકોરેશન મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ આ રીતે મોરબીના શહેરીજનોને લાઇટિંગ થીમ ડેકોરેશન મળી રહે તે માટે ઈલેક્ટ્રીક વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ લાઇટિંગ ડેકોરેશન આગામી સમયમાં મોરબીના સહેલાણીઓને નિયમિત રૂપે નવા નજરાણા સ્વરૂપ મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે.









