ઇન્ડિયન લાયન્સ ક્લબની 23મી નેશનલ કોન્ફરન્સ તારીખ 28/29 મે ના રોજ જામનગર ખાતે હોટલ fern માં યોજાઈ હતી. જેમા ઇન્ડિયન લાયન્સ ના નેશનલ ચેરપર્સન તરીકે ઇન્ડિયન લાયન અક્ષય ભાઈ ઠક્કર તેમજ તેમની ટીમ ની શપથ લેવાઈ હતી. આ કાર્યક્રમમાં મોરબી ઇન્ડિયન લાયોનેસ ના શોભના બા ઝાલા ની સતત બીજા વર્ષે નેશનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી. તેમજ પ્રીતિ બેન દેસાઈ, નયનાબેન બારા, પુનિતા બેન છેયા, પ્રફુલાબેન સોની ની નેશનલ બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક કરાઈ હતી..
મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ ને તેની અજોડ અવિરત સેવાકીય પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ અપાયો હતો. સમગ્ર ટીમ વર્ષ 2021.22 મા ક્લબ ને સતત ધમધમતી રાખવા માટે past પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈને અભિનંદન આપ્યા હતા. તેમજ ચાલુ વર્ષે પણ ઉમદા સેવા કાર્યો ની અવિરત સરવાણી વહેતી રહેશે તેવી પ્રમુખ નયનાબેન બારાએ ખાતરી આપી હતી..