મોરબીના જેતપર પાસે આવેલ જસમતગઢ પ્રાથમિક શાળાને તસ્કરોએ સતત ત્રીજી વખત નિશાન બનાવી શાળાના દરવાજાના તાળા તોડી સાહિત્ય વેરણ છેરણ કરી નાખ્યું હતું
મોરબીની જસમતગઢ પ્રાથમિક શાળામાં રાત્રીના સમયગાળા દરમિયાન તસ્કરોએ મુખ્ય દરવાજા, રૂમ અને ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ કરી ઓફિસના કબાટના તાળા તોડી સાહિત્ય તોડી ફાડી નાખેલ છે. જે અંગે શાળા ના આચાર્યને જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, એક વર્ષ પહેલાં પણ આ જ શાળામાં તાળા તોડી અંદર ત્રાટકેલા શખ્સોએ શાળાના સાહિત્ય,કમ્પ્યુટર, માઈક સિસ્ટમ તથા સ્પીકરની ચોરી કરેલ હતી.જે તે સમયે આ અંગે એફ.આર.આઈ. દાખલ કરાય હતી. ત્યારબાદ છ મહિના પહેલા પણ આજ રીતે બધા તાળા તોડી ચોરીને અંજામ આપેલ હતી ત્યારે પણ પોલીસ ખાતામાં જાણ કરેલ હતી. આ શાળામાં ચોરીનો શીલસીલો યથાવત હોઈ તેમ ગત રાત્રીએ ફરી પાછા ચોરો ત્રાટકયા અને અનેક પ્રકારની નુકસાન પહોચાડ્યું હોવાનું જસમતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનજીભાઈ રંગપડીયાએ જણાવ્યું હતું.