Monday, February 23, 2026
HomeGujaratમોરબીની ઝવેરી શેરીનો રોડ ખંડેર હાલતમાં : રોડનું સમારકામ કરવા સામાજિક કાર્યકરોનો...

મોરબીની ઝવેરી શેરીનો રોડ ખંડેર હાલતમાં : રોડનું સમારકામ કરવા સામાજિક કાર્યકરોનો મનપા કમિશ્નરને પત્ર

મોરબી શહેરની ઝવેરી શેરી છેલ્લા લગભગ 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાના આક્ષેપ સાથે લતાવાસીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાને ફરી રજૂઆત કરવામાં આવી છે. રસ્તાની દયનીય સ્થિતિને કારણે વૃદ્ધો અને બાળકો પડી જવાની ઘટનાઓ બને છે તેમજ વાહનો સ્લીપ થવાના બનાવો સામે આવી રહ્યા છે, જેને પગલે તાત્કાલિક રોડ બનાવવાની અથવા બ્લોક પાથરવાની માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

સામાજિક કાર્યકરો દ્વારા મનપા કમિશ્નરને કરાયેલ રજુઆત મુજબ, મોરબીની ઝવેરી શેરીનો રોડ ખંડેર હાલતમાં છે. જેના કારણે વાહનો સ્લીપ થવાના બનાવો સામે આવી રહ્યા છે, ગત તા. 03-12-2024 ના રોજ પણ આ મુદ્દે અરજી આપવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ ચોક્કસ કામગીરી ન થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. શેરીનો રોડ સંપૂર્ણ તૂટી જવાથી લોકો માટે આવન-જાવન મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વૃદ્ધો માટે ચાલવું જોખમી બની ગયું છે અને વાહનચાલકો માટે અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે. આ મુદ્દે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા અને ગીરીશભાઈ છબીલદાસ કોટેચા સહિતના આગેવાનો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી સ્થળ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ રજૂઆતમાં જણાવાયું છે કે, ટેક્સમાં વધારો થયો હોવા છતાં સુવિધાઓમાં સુધારો જોવા મળતો નથી. લતાવાસીઓએ રજૂઆત સાથે સહીઓયુક્ત અરજપત્ર પણ જોડ્યો છે અને ઝવેરી શેરીમાં તાત્કાલિક બ્લોક પાથરવા અથવા પક્કા રોડનું કામ શરૂ કરવા માંગ કરી છે. સામાજિક કાર્યકરોએ પ્રજાહિતમાં તાત્કાલિક પગલાં ભરવાની નમ્ર અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!