Friday, January 10, 2025
HomeGujaratમોરબીનો જીવાદોરી સમાન મચ્છુ-૦૨ ડેમ ૭૦ % ભરાયો : ૨૯ ગામોને એલર્ટ...

મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ-૦૨ ડેમ ૭૦ % ભરાયો : ૨૯ ગામોને એલર્ટ કરાયા

સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવુ નીર આવ્યું છે. મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-૦૨ ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થતાં હાલ ડેમ ૭૦% ભરાઈ ગયેલ છે. તેમજ હજુ પણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ૩૩ ફૂટની ઊંચાઈ ધરાવતો આ ડેમ ૨૭.૯૨ ની સપાટી સાથે ૭૦% ભરાઈ ગયેલ છે. જેને લઈ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઉપરવાસની સતત પાણીની આવક થતાં નાગરીકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

હાલ ડેમમાં ૩૧૦૪.૪૦ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને પગલે મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તથા માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ તથા માળિયા (મી) ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!