મોરબીમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાનાં ખાખરાળા ગામમા તસ્કરો દ્વારા એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યો હતો. અને રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ખાખરાળા ગામ વડાવીયા શેરીમાં રહેતા રહીમભાઇ અલીભાઇ સુમરા ગત તા-૨૪/૧૨/૨૦૨૩ ના રોજ સવારના સમયે પોતાનું ઘર બંધ કરી બહાર ગયેલ હોય જેઓએ બપોરે પોતાના ઘરે આવી જોતા તેમના ઘરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી ઘરમાંથી કુલ રોકડ રૂ-૪,૬૧,૦૦૦/- તથા સોના ચાંદીનાના અલગ અલગ નાના મોટા દાગીના જેની આશરે રૂા. ૧,૫૩,૫૦૦/- મળી કુલ રૂ.૬,૧૪,૫૦૦/- ની માલમતાની ચોરી કરી હોવાનું જાણવા મળતા તેણે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.