Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતુ જુગારધામ ઝડપાયુ: છ પત્તાપ્રેમીઓની અટકાયત

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતુ જુગારધામ ઝડપાયુ: છ પત્તાપ્રેમીઓની અટકાયત

રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદ્દી નેસ્ત નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે કામગીરી કરતા દરમ્યાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી જુગાર રમતા કુલ ૬ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવની સ્પે. ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પી.એસ.આઇ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, નાથાભાઇ ભુરાભાઇ પટેલ (રહે.લક્ષ્મીનગર, રામજીમંદિર પાસે તા.જી.મોરબી) પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા (રહે.લક્ષ્મીનગર રામજીમંદિર પાસે તા.જી.મોરબી), વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર (રહે, લક્ષ્મીનગર પારૂલ દવાખાના વાળી શેરી તા.જી.મોરબી), હરજીભાઇ હિરજીભાઇ પટેલ (રહે.ઘુંટુ હરિનગર સોસાયટી તા.જી.મોરબી), મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા (રહે.લક્ષ્મીનગર રોટરીનગર તા.જી.મોરબી), નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા (રહે.ભરતનગર ઝાંપાપાસે તા.જી.મોરબી) તથા વિપુલભાઇ પુનાભાઇ પરમાર (રહે.લક્ષ્મીનગર અનુ.જાતિવાસ તા.જી.મોરબી) નામના કુલ ૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!