Friday, December 27, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામે લાયસન્સ વગર આડેધડ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતો પરપ્રાંતીય સંચાલક...

મોરબીના લાલપર ગામે લાયસન્સ વગર આડેધડ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતો પરપ્રાંતીય સંચાલક ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર ગામે લાયસન્સ વગરની આડેધડ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા પરપ્રાંતીય સંચાલકને એસઓજી પોલીસે દબોચી લઈ આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામેં આવેલ સનગ્લોસ કારખાન રોડ ઉપર આવેલ રેન્બો લેમીનેટસ પ્રા.લી યુનીટ -૨ કારખાનામાં આરોપી સેરસિંગ છતરસિંગ લોધી (ઉ.વ .૬૦) રહે. હાલ.રેન્બો લેમીનેટસ પ્રા.લી યુનીટ -૨ સનગ્લોસ કારખાના વાળો રોડ, મૂળ રહે.નીમોન ગામ તહસીલ- નીમોન જીલ્લો – સાગર ( એમ.પી ) વાળા પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા માટે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા ઝડપાયો હતો. જેને પગલે પોલીસે સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી દરમિયાન મોરબી એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકિ, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા સંદિપભાઇ માવલા સહિતના ફરજ પર હાજર રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!