હોળીના તહેવારને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળી નિમિતે મોરબીના વોર્ડ નં. 11મા આવેલ લાયન્સનગરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે મોરબીનો લાયન્સનગર વિસ્તાર છેવાડાનો અને પછાત હોવાથી હોળી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રીના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. લાયન્સનગર મેઈન રોડ પર આવેલ દશામના મંદિર પાસે શેરી નં.1 ના ખૂણે હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાતો હોવાથી અંતમાં પોલીસ બંદોબસ્ત ની માંગ કરવામાં આવી છે.