ABRSM ટીમ મોરબી દ્વારા કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા બ્રિજેશભાઈ મેરજાનો OPS લાગુ કરવા બદલ ઋણ સ્વીકાર કરાયો
ગુજરાતની સંવેદનશીલ સરકારની તા.૬/૧૦/૨૦૨૪ કેબિનેટ બેઠકમાં ૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો નિર્ણય લેવાયો જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રે ભાઈ પટેલ શિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈ ડિંડોર પ્રફુલ્લભાઈ પાનસેરિયા ગુજરાત સરકારનાં પ્રવક્તા ઋષિકેશ ભાઈ પટેલ તથા મોરબી જિલ્લાના જન પ્રતિનિધિ તરીકે વખતોવખત ધારાસભ્યનો રજુઆતો કરેલ શિક્ષકોની રજુઆતો ધારાસભ્યના માધ્યમથી સરકાર સુધી પહોંચાડેલ અને તા.08.11.24 ના રોજ 63000 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને જૂની પેંશન યોજના પુન:સ્થાપિત કરતો ઠરાવ બહાર પાડવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો, સહકાર અને મજબૂતી આપવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી તમામ શિક્ષકો અને કર્મચારીઓ વતી હૃદયપૂર્વક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ મંત્રી ગુજરાત સરકાર બ્રિજેશભાઈ મેરજા કે જેઓ કર્મચારીઓ માટે સરકાર દ્વારા બનાવેલ સમાધાન માટેની કમિટીના સભ્ય હતા અને બ્રિજેશભાઈ મેરજાના મંત્રી પદ વખતે જૂની પેંશન યોજના પુન: પ્રસ્થાપિત કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો એ તમામ મહાનુભાવોને આભાર પત્ર અર્પણ કરી મોં મીઠા કરાવી ઋણ સ્વીકાર કર્યો હતો અને આજ રીતે વર્ષ:-2005 પછી ફરજમાં દાખલ થયેલા કર્મચારીઓને જૂની પેંશન યોજના દાખલ કરવા અનુરોધ પણ કર્યો હતો.