Tuesday, June 25, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમી પર્વનો માહોલ બગાડવાનો પ્રયાસ: તેર ઈસમો વિરુદ્ધ ફરિયાદ...

મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમી પર્વનો માહોલ બગાડવાનો પ્રયાસ: તેર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હિન્દૂ યુવકે તેના વિધર્મિ મિત્રો ને બોલાવીને હથીયારો સાથે અલગ અલગ બે જગ્યાએ જઈને આયોજકોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી : રાજકિય આગેવાનોના ફોન બચાવ પક્ષે રણક્યા

- Advertisement -
- Advertisement -

વડોદરામાં ગઈકાલે રામનવમી શોભાયાત્રા દરમિયાન પથરમારો થયો હતો અને અમુક ઈસમો દ્વારા માહોલ બગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબીમાં પણ રામનવમી ની શોભાયાત્રામાં શામેલ થયેલ યુવકે અન્ય વિધર્મિ યુવકોને બોલાવી ને તલવાર ધારીયા જેવા હથિયારો સાથે આયોજક ને મારી નાખવાની ધમકી આપી હતી.

જેમાં આં મામમલા ની ઉંડાણપૂર્વક માહિતી જોવા જઈએ તો મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે રાજેશભાઇ શેરશિયા એ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમી નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રથયાત્રામાં એક રાજેશ નાનજીભાઈ ગોધવીયા નામનો આરોપી રથમાં ચડી ગયો હતો અને આયોજકોએ એને રથમાં બેસવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપી રાજેશે ફરિયાદી ને ફોન કરી ધમકી આપી હતી અને ફરિયાદી પોતાના સમજી ને માફી માંગવા પણ તૈયાર હતા છતાં આરોપીએ રાત્રીના સમયે ફરિયાદીને મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા ત્યારે ફરિયાદી અને તેમનો મિત્ર સાથે ત્યાં જતા ત્યાં આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવીયા તેની સાથે જયેશ દલસાનિયા, શોકત અલી જેડા,તાજ મહમદ મોવર, સહેજાદ અનવરભાઈ ,તોફિક સુમરા,જુસા ભાઈ ખાખરેચી વાળા,રાજુ પરમાર અને અવી પરેચા ,મનીસ નટુભાઇ તેમજ અન્ય ત્રણ જેટલા ઈસમો સાથે આવી આરોપી રાજેશ ગોધવીયા એ ફરિયાદી ને કહ્યું હતું કે હવે સમાધાન નથી કરવું હું મારા મિત્રો ને લઈને આવ્યો છું આજે તને પૂરો કરી નાખવો છે અને ફરિયાદી ને ઢીકા પાટુ નો માર મારેલ હતો તેમજ આરોપીઓ પૈકી ના ઈસમોએ નેફા માંથી છરી જેવા હથિયારો કાઢી ને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે ગ્રામજનો વચ્ચે પડતા ફરિયાદી નો જીવ બચી ગયો હતો અને તમામ આરોપીઓ ફોરચુનર, સ્વીફ્ટ અને અલ્ટો કારમાં બેસી ત્યાંથી નીકળી ગયા હતા ત્યાર બાદ અન્ય આયોજક વિપુલ ભાઈ વિડજા પાસે જઈને તેને પણ આ જ રીતે ઢીકા પાટુ નો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અત્રે નોંધનીય છે કે આ ઝઘડામાં બન્ને પક્ષોએ ભાજપના સમર્થકો હોય જેથી આ બનાવ બનતાની સાથે જ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે એ રીતે મોરબીના પ્રજાના પ્રતિનિધિ એ પોલીસને સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું તો સામે પક્ષે પણ રાજકીય આગેવાનો એ જે સત્ય હોય તે મુજબ ન્યાયિક પ્રક્રિયા કરવા જણાવ્યું હતું અને ફરિયાદી પક્ષે પણ ભાજપના ઉચ્ચ કક્ષાના રાજકીય આગેવાનોના ફોન રણકી ઉઠ્યા હતાં જેમાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ ઘટના માં આરોપી તરીકે ઉલટા ફરિયાદી પક્ષ તરફહાજર લોકોને ફિટ કરી દેવાની સુધ્ધા ભલામણ કરવામાં એક ઉચ્ચ કક્ષાના નેતા દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચાઓ પણ જોરશોર થી ચાલુ છે અંતે આ મામલો મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા સુધી પહોંચતા સાંસદે મોરબી જિલ્લા પોલીસવડાને ફોન કરી ને કોઈ ની પણ તરફેણ કર્યા વિના યોગ્ય કરવા રજુઆત કરી હતી અને કોઈ ચમરબંધી ને નાં છોડવા પણ જણાવ્યું હતું અને કડક અને દાખલા રૂપ કામગીરી કરવા સૂચના આપી હતી ઉલ્લેખ નીય છે કે વડોદરા માં રામનવમી નાં રોજ માહોલ બગાડવા માટે અનિષ્ટ તત્વોએ પથ્થર મારો કર્યો હતો ત્યારે મોરબીમાં પણ શાંતિ જળવાઈ રહે તે માટે અન્ય ભાજપના આગવેનાઓએ પણ આં ઘટના ની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!