મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના આપતા સૂચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા ૬ ઇસમોને ૧.૫ લાખથી વધુના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.આઇ. એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને અગાઉથી હકિકત મળેલ કે, ધર્મેશભાઇ જગજીવનભાઇ પટેલ (રહે. શનાળા બાયપાસ રોડ, યદુનંદન સોસાયટી મોરબી)એ મોરબી જુના પુર રોડ મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ જુના સનફીલ્ડ સીરામીકમાં ભાડેથી સેડ રાખી સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોકસની આસ કરી તેમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે એલ.સી.બી.એ સ્થળ પર રેઇડ કરતા ધર્મેશભાઇ જગજીવનભાઇ કેલા (રહે. શનાળા બાયપાસ યદુનંદન સોસાયટી મોરબી), કમલેશભાઇ કરશનભાઇ વરસડા (રહે. નરસંગ ટેકરીની બાજુમાં પ્રયાગ એપાર્ટમેન્ટ), ચેતનભાઇ મગનભાઇ કાસુન્દ્રા (રહે. રવાપર રોડ, ગોકુલનગર કલ્પસર એપાર્ટમેન્ટ), અલ્પેશભાઇ હરીભાઇ વસાણીયા (૨હે. મોરબી આલાપ રોડ, ખોડીયારપાર્ક સોસાયટી), અશ્ર્વિનભાઇ છગનભાઇ કાવર (રહે, બાયપાસ રોડ, સતનામ એપાર્ટમેન્ટ) તથા રાજેશભાઇ પ્રાગજીભાઇ કાસુન્દ્રા (રહે. રવાપર રોડ, અનુપમ સોસાયટી) નામના ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડા રૂ.૧,૨૧,૫૦૦/- તથા ૦૬ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૫૬,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.