Friday, January 10, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રપરાનો યુવાન થયો ગુમ:માતાએ પોલીસને જાણ કરી

મોરબીના મહેન્દ્રપરાનો યુવાન થયો ગુમ:માતાએ પોલીસને જાણ કરી

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 2 ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ૨૫ વર્ષીય યુવાન પોતાના ઘરેથી ગત તા.૦૧/૧૦/૨૦૨૩ ના રાત્રિના ત્રણેક વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધીમા ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતાં રહેતા ગુમ થયા માતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 2 ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ૨૫ વર્ષીય તોફીકભાઇ ગુલામભાઇ અજમેરી પોતાના ઘરેથી ગત તા.૦૧/૧૦/૨૦૨૩ના રાત્રિના ત્રણેક વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધીમા ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતાં રહેતા ગુમ થયા બાબતે માતા માનુબેન ગુલામભાઇ અજમેરીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જેમાં ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેના દીકરાની ઉંચાઇ આશરે ૫ ફુટ જેટલી છે. અને ડોકની ડાબી બાજુ લાખનુ નિશાન છે. તેમજ જમણા હાથની બે આંગળી કપાઇ ગયેલ છે. અને તે ધોરણ-૫ સુધી અભ્યાસ કરેલ છે. તે હીન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે. ત્યારે પોલીસને ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!