ગઈકાલે મોરબી તાલુકાના મકન સર ગામે ટ્રેકટર હેઠળ કચડવાનો કારણે યુવક નું મોત થયું હતું જે મામલે પીએમ સહિતની કાયૅવાહી બાદ આજે મૃતદેહને પરિવરજનોને સોંપવામાં આવ્યો હતો જે મૃતદેહ સાથે પરિવરજનો મોરબીના ત્રાજપર ચોકડી નજીક રોડ પર ઉતર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ હત્યા કેસને આત્મહત્યાના ખપાવે છે તેવો આક્ષેપ કર્યો હતો.
બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના મકન સર ગામે ગઈકાલે પ્રકાશ મકવાણા નામના યુવકનું મોત થયું હતું અને ટ્રેકટર હેઠળ કચડાઈ જવાના કારણે મોત થયાનું સામે આવ્યું હતું પરંતુ યુવક ટ્રેકટર હેઠળ કચડાઈ છે પરંતુ તે અક્સ્માત નથી અને તેને કચડવાનો આવ્યો છે એટલે કે હત્યા કરવામાં આવી છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.સાથે જ મોરબી તાલુકા પોલીસ પર પણ આક્ષેપો કરતા જણાવું હતું કે પોલીસ આ મામલે હત્યાનો ગુનો નોંધતી નથી અને આ હત્યા કેસમાં પૂરી તપાસ કર્યા વગર અકસ્માતમાં ખપાવવા માં આવી રહ્યો છે જેથી આ કેસમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં.આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે મોરબી તાલુકા પોલીસે યોગ્ય તપાસ ની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.અને પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇને રવાના થયા હતા.