Thursday, January 16, 2025
HomeGujaratમોરબીની માણેકવાડા પ્રા. શાળામાં દાતા પરિવાર દ્વારા એલઈડી ટીવીનું દાન કરાયું

મોરબીની માણેકવાડા પ્રા. શાળામાં દાતા પરિવાર દ્વારા એલઈડી ટીવીનું દાન કરાયું

સામાજિક, ધાર્મિક, શેક્ષણિક કાર્યમાં હંમેશા દાનની અવિરત સરવાણી વહાવતા મોરબીના મહાદેવભાઈ ખીમજીભાઈ ચનીયારાએ પોતાના મૂળ ગામ માણેકવાડા ખાતે પ્રાથમીક શાળામાં એલ.ઈ.ડી. ટી.વી. નું દાન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી હાલ મોરબી રહેતા અને મૂળ માણેકવાડાના મહાદેવભાઈ ચનીયારા દ્વારા તેમના પત્ની સ્વ.મંજુલાબેનની સ્મૃતિ નિમિતે પ્રાર્થનખંડ માટે 50 ઇંચ ડિસ્પ્લે ધરાવતું સ્વદેશી કમ્પનીનું સ્માર્ટ ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું.મહાદેવભાઈના પુત્ર સ્વ. અમરીષભાઈનું અકાળે અવસાન થતાં તેમની સ્મૃતિમાં પ્રથમ માળ માટે ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તે માટે અન્ય એક વધારાનું 32 ઇંચનું સ્માર્ટ ટીવી તથા બે પોર્ટેબલ સ્પીકર અને પેનડ્રાઈવ ભેટ આપી નવો ચીલો ચીતરવામાં આવ્યો હતો. આ તકે માણેકવાડા પ્રાથમિક શાળા પરીવાર અને ગ્રામજનો દ્વારા દાતા પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!