મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મયુર ડેરી મોરબીના નવનિર્મિત ચિલીંગ સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાના હસ્તે ચિલીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે જેના ફળસ્વરૂપે મોરબી જીલ્લામાં અનેક ઉદ્યોગ વિકસ્યા છે અને હવે મહિલા સશક્તિકરણમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. ૨૪,૦૦૦ લીટર દુધથી શરુ કરેલ સંઘ આજે પોણા બે લાખ લીટર દૂધ ઉત્પાદન સુધી પહોંચી ગયો છે જેને મહિલા સશક્તિકરણને સાર્થક કરી રહ્યો છે મયુર ડેરીમાં તમામ સંચાલન મહિલાઓ કરી રહી છે તે ગર્વની બાબત છે.ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મયુર ડેરીના ચેરપર્સન હંસાબેન વડાવીયા, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા પ્રભારી દેવાભાઈ માલમ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા અને ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડીયા, જયુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.