મોરબીના જય ઓરિયાને મોડલિંગ/ફેશન વોક માટે મેડલ,શિલ્ડ, સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ
દિવ્યાંગ પ્રતિભા માટે રાષ્ટ્રીય સ્તરે આયોજિત “ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ-2020” જયપુર (રાજસ્થાન) RAC CLUB માં મોરબીના ડાઉન સિન્ડ્રોમ બાળક જય ઓરિયાને મોડલિંગ/ફેશન વોક માટે, મેડલ, શિલ્ડ, સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે. મનોદિવ્યાંગ બાળકો ક્ષેત્રે સ્પેશિયલ ઓલિમ્પિકસ, સમરકેમ્પમાં ભાગ લઈ હવે મોડલિંગ/ફેશન માટે ગોવા, સિક્કિમ, બેંગ્લોર જશે. જય હાલમાં મોરબીમાજ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટેની પ્રેકટીસ કરી રહ્યો છે.
મોરબીના મનોદિવ્યાંગ જય ઓરીયાએ સમગ્ર દેશમાં મોરબીનુ નામ રોશન કર્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી 100 પ્રતિભાશાળી મનોદિવ્યાંગ બાળકોએ કરેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ સન્માનીત કરવામાં આવ્યા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ભરતપુરના મેયર અભિજીત કુમાર અને અધ્યક્ષતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નિર્દેશક સીમા કપૂર હતા. સામર્થ્ય સેવા સંસ્થાના ડો.સુષ્મા પાંડે અને ચેરમેન ડો.રામજી ચંદ્રવાલે કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. મંચ સંચાલન અગ્રણી પત્રકાર મહેશ વર્માજી તેમજ રાજસ્થાનની ન્યુઝ ચેનલ એવન ટીવીના એસ.એમ.એસ ડો. દીનેશકુમારે દિવ્યાંગજનો માટે પ્રેરક વિચારો પ્રગટ કર્યા હતા.