રાજકોટની મેંગો પીપલ્સ સંસ્થાથી પ્રેરણા લઈ મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અને મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સ માટે દત્તક લેવામાં આવી છે.
મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળા ને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય માટે દત્તક લેવામાં આવી છે. જે પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય તે છે, જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી યથાવત્ રાખી શકે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. આ પ્રેરણાદાયી પહેલ રાજકોટની “મેંગો પિપલ” સંસ્થા છેલ્લા સાત વર્ષથી સતત આવું કાર્યું કરી રહી છે. તેમની પાસેથી પ્રેરણા મળી છે. સમાજમાં સ્ત્રી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતી આવી સંસ્થાઓ આજે અસંખ્ય યુવતીઓનું જીવન બદલવા માટે કાર્યરત છે. મુસ્કાન વેલફેર સોસાયટીનો ત્રીજો વાર્ષિક પ્રોજેક્ટ છે. જે સંસ્થાની પ્રતિબદ્ધતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની માનસિકતાનો સાક્ષાત્ પુરાવો છે. મુસ્કાન વેલફેર સોસાયટી સંકલ્પબદ્ધ છે કે આવી પહેલો દ્વારા સમાજમાં રહેલી યુવતીઓ સુધી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માનવિયતા પહોંચાડી શકે, જેથી તેઓ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવા ઉદ્દેશ સાથે કામ કરી રહી છે