નવયુગ ગ્રુપ હર હંમેશા કંઈક નવું કરવા માટે ઓળખાય છે. ત્યારે નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પર્ણ થઈએ વિધાથીઓને પરીક્ષાના સ્ટ્રેસમાંથી મુકત કરવા માટે “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પી.ડી.કાજીયાએ જણાવ્યું હતું કે, નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા તેઓને સ્ટ્રેસમાંથી મુકત કરવા માટે આ “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના માટે હાસ્ય નાટક, ડી.જે તથા રીફ્રેશમેન્ટ ૨ાપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી તથા વાંકેનર જીલ્લાના વિધાથી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહ સાથે કાર્યક્રમ માણ્યો હતો. આ તકે નવ યુગ દ્વારા “પઢેગા ઇન્ડીયા બઢેગા ઈન્ડીયા” ના સુત્રને સાર્થક કરવા વિવિધ સ્કોલરશીપ યોજનાઓનો વિદ્યાર્થીઓને લાભ આપ્યો હતો. આ કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાજીયા, ટ્રસ્ટી રંજન મેડમ તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવ સાહેબ બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનવવા માટે નવયુગ બી.બી.એ. કોલેજના પ્રિન્સિપાલ (પંડિત સાહેબ) તથા બી.બી.એ. સ્ટાફે જહેમત ઉઠાવી હતી.