સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.બી. એ. સેમ ૧ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બીબીએ કોલેજ બીબીએ સેમ ૧ માં શ્રેષ્ઠ પરિણામ લાવી ઝળહળી ઉઠી છે. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ જિલ્લામાં એક થી ત્રણ નંબરે પાસ થઈ છે. જ્યારે ત્રણ વિદ્યાર્થિનીઓએ બિઝનેસ મેથેમેટિક્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક લાવી કોલેજનું નામ રોશન કર્યું છે. જે બદલ કોલેજના પ્રિન્સીપાલ અને પ્રેસિડેન્ટ દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી બી.એ.એમ ૧ જાન્યુઆરી 2025 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નવયુગ બીબીએ કોલેજનું શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે જેમાં દ્રષ્ટિકમાં પ્રથમ નંબરે ચાવડા કૃપાલી ૯૦.૭૩ ટકા, બીજા નંબરે ઘેટીયા પ્રિયાંસી ૮૯.૦૯ ટકા સાથે અને તૃતીય નંબરે ઉઘરેજા ધ્રુવીએ ૮૬.૭૩ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેમજ બિઝનેસ મેથેમેટિક્સમાં ચાવડા કૃપાલી, ઊઘરેજા ધ્રુવી અને કાંજીયા સૃષ્ટિએ ૧૦૦ માંથી ૧૦૦ માર્ક મેળવી મોરબી જિલ્લા નવયુગ બી.બી. એ કોલેજનું નામ રોશન કર્યું છે. જે બદલ પ્રિન્સીપાલ નિલેશ મીરાણી અને પ્રેસિડેન્ટ પી. ડી. કાંજિયા સાહેબે અભિનંદન પાઠવ્યા છે.