હેલ્ધી બેબી કોમ્પીટીશન અને કિડસ કાર્નિવલ એક અવિસ્મરણીય અનુભવ:ઉપસ્થિત વાલી-ગણ
મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલે હેલ્ધી બેબી કોમ્પીટીશન અને કિડસ કાર્નિવલનું આયોજન કરીને પેરેન્ટસ અને બાળકો માટે અદ્ભુત મજા-મનોરંજન પૂરૂં કર્યું. ૩૦૦ થી વધુ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો, અને ત્રણ હજારથી વધુ પેરેન્ટસ અને બાળકો કિડસ કાર્નિવલમાં હાજર રહી સમગ્ર રંગબેરંગી કાર્યક્રમની મજા માણી હતી.
મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલે હેલ્ધી બેબી કોમ્પીટીશન અને કિડસ કાર્નિવલનું ધમાકેદાર આયોજન કર્યું હતું. જે કાર્યક્રમે મોરબીના પેરેન્ટસ અને બાળકો માટે યાદગાર દિવસ બનાવી દીધો હતો. જેમાં ઉપસ્થિત વાલી-ગણ દ્વારા સમગ્ર કાર્યક્રમના અનુભવને પોતાના શબ્દોમાં વર્ણન કર્યું હતું.
નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલનું અદ્ભુત આયોજન જોઈને અભીભુત થઈ જવાયું જેમાં સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થયેલા ધમાકેદાર કાર્યક્રમમાં નવયુગના ટીચર્સ હાર્ટલી વેલકમ જોઈને ખરેખર ખૂબ જ ગમ્યું. અંદર ઓફિસમાં પ્રવેશતા જ પ્રમુખ પી.ડી.કાંજીયાને અભિનંદન પાઠવ્યા, ત્યારબાદ ટીમના મેમ્બર્સ દ્રારા સંપૂર્ણ સ્કુલની વિઝીટ કરાવવામાં આવી. દરેક કલાસમાં કંઇક ને કંઇક અલગ થીમ અને દરેક કલાસરૂમ અને સ્કુલનો એકે એક ખૂણો બાળકોને કંઈક ને કંઈક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગ્યું. સ્કુલ જોતા એવું લાગ્યું ખરેખર મોરબી નહી પણ ગુજરાતમાં આવી પ્રિ-સ્કુલ નહિ જોવા મળે. સાથે સાથે મોરબીના દોઢથી ચાર વર્ષના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું જેમાં મોરબીના ૩૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. પેરેન્ટસનો ઉત્સાહ જોઇને ચોકકસ એવું લાગ્યું કે મોરબીના પેરેન્ટસ એમના બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા. સાંજે ૪ વાગ્યે જયારે તે જ જગ્યાએ કિડસ કાર્નિવલમાં આવવાનું થયું તો પગ મુકતા જ એવું લાગ્યુ કે જાણે બાળકોનો મીની કુંભમેળો હોય! ત્રણ હજારથી વધુ બાળકો અને પેરેન્ટસે આ બાળનગરીની મુલાકાત લીધી હતી. અઢળક રંગબેરંગી કાર્ટુન્સ જેમ કે છોટા ભીમ, મીકી માઉસ સાથે બાળકો તેમજ પેરેન્ટસે સેલ્ફી લેવા પડાપડી કરી હતી અને મંકી મેન સાથે તો ખરેખર મજા જ પડી ગઈ. સાથે સાથે મેજીક શો, પપેટ શો, પોટર, જપીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન, ટેટુ ઝોન આર્ટ ઝોન તેમજ નવયુગ સોફટ પ્લે એરિયામાં રમવા માટે બાળકોનું ખૂબ વેઇટીંગ જોવા મળ્યું હતું અને ટ્રેકીંગ રાઇડસમાં બાળકો જે મજા લેતા હતા તે જોઈને બાળકોની સાથે સાથે પેરેન્ટસ પણ આનંદ માણતા હતા.
આ સાથે જ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્ફિથિયેટર ચીચીયારીઓથી ગુંજી ઉઠયું. જેમાં કાર, બાઇક અને સાઇકલ જેવા આકર્ષક ઇનામો તેમજ દરેક ભાગ લેનાર બાળકોને ગીફટમાં કોફી મગ તેમજ હની-બની ડાયપર કંપની દ્વારા ડાયપર કીટ ગીફટ આપવામાં આવી હતી અને મોરબીના માય સ્ટુડીયો દ્વારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને તેના ફોટાની સોફ્ટ કોપી આપેલ હતી અને વિશાળ એરીયામાં અલગ અલગ પ્રકારના ફુડ સ્ટોલ પર પેરેન્ટસ અને બાળકોએ ભરપેટ નાસ્તાની મજા માણી હતી.
આ કાર્યક્રમ મોરબી માટે ગૌરવપૂર્ણ અને યાદગાર રહ્યો હતો. પેરેન્ટસના મંતવ્યો અનુસાર, નવયુગ સ્કૂલનું આ આયોજન માત્ર મોરબી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉદાહરણરૂપ છે. નવયુગ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ સહિત ટીમના પ્રયાસો માટે આભાર અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.