Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના દાણાપીઠ પાસે નવો બનેલ રોડ ગણતરીનાં દિવસોમાં તૂટી ગયો

મોરબીના દાણાપીઠ પાસે નવો બનેલ રોડ ગણતરીનાં દિવસોમાં તૂટી ગયો

મોરબીમાં માંડ રોડ રસ્તા નવા બનતા હોય છે જેમાં પણ નવા બનેલા રોડ તૂટી જતા હોય રસ્તાની ક્વોલીટી સામે અનેક સવાલો ઉભા થાય છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના દાણાપીઠ નજીકનો રોડ પેટા ચૂંટણી પૂર્વે બનાવવામાં આવ્યો હતો વર્ષોથી દયનીય હાલતમાં રહેલા રોડને બનાવવાનું મુર્હત તંત્રને આખરે આવ્યું હતું અને પેટા ચૂંટણી પૂર્વે જ રોડ બનીને તૈયાર થયો હતો જોકે હાલ રોડ તૂટેલો જોવા મળે છે આરસીસી રોડમાં સિમેન્ટ ગાયબ છે અને અંદરથી કપચી રોડ પર દેખાઈ રહી છે જેથી આ મામલે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી છે

તો આવી જ સ્થિતિ મોરબીના વાવડી રોડની છે મોરબીનો વાવડી રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે પણ પૂરું થવાનું નામ જ લેતું નથી અનેક વખત સ્થાનિકોએ ક્વોલીટીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હોય અને હાલ પણ કામ બંધ હાલતમાં છે તો રોડની ગુણવત્તાને પગલે આર એન્ડ બી અધિકારી હિતેશ આદ્રોજાએ નોટીસ ફટકારી છે અને સેમ્પલ પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!